ભરશિયાળે ચોમાસુ : વાંકાનેરમાં એક, હળવદ અને મોરબી અને ટંકારામાં અડધો ઇંચ કમોસમી વરસાદ

- text


સવારે ભારે ઝાંઝવતી પવન સાથે બરફના તોફાન બાદ બપોરે પણ કમોસમી વરસાદ પડ્યો

મોરબી : મોરબી જિલ્લામાં ભર શિયાળે ચોમાસુ જામ્યું હોય એમ આજે સવારે વીજળીના ભયાનક કડાકા ભડાકા અને ઝાંઝવાથી પવન સાથે બરફ વર્ષાની આંધી આવી હતી અને બરફના કરા સાથે કમોસમી વરસાદ પડ્યા બાદ બપોરે પણ કમોસમી વરસાદ પડ્યો હતો. સાંજે 4 વાગ્યા સુધીમાં વાંકાનેરમાં એક, હળવદ અને મોરબીમાં અડધો ઇંચ કમોસમી વરસાદ નોંધાયો હતો.

- text

મોરબીમાં આજે સવારે માવઠાનું ભયાનક તોફાન આવ્યું હતું. સવારે પહેલા ધીમીધારે કમોસમી વરસાદ પડ્યા બાદ થોડી જ વારમાં ભારે પવન સાથે બરફવર્ષા થઈ હતી અને મોરબી તેમજ વાંકાનેરમાં આજે સવારે થોડીવારમાં બરફના તોફાનથી કાશ્મીર જેવી અનુભૂતિ થઈ હતી અને બપોરે પણ કમોસમી વરસાદ પડ્યો હતો. આથી જિલ્લા કંટ્રોલરુમમાં આજે દિવસભરનો એટલે સાંજે 4 સુધીમા, હળવદ 14 mm, વાંકાનેર 24 mm, મોરબી 9 mm, ટંકારા 9 mm, માળીયા 2 mm કમોસમી વરસાદ નોંધાયો હતો.

- text