નવતર વિરોધ : મોરબીમાં દારૂનું વેચાણ બંધ થાય તે માટે રહીશો દ્વારા યજ્ઞ કરાશે

- text


મોરબી : મોરબી જિલ્લામાં દારૂના વેચાણથી અને આવારા તત્વોથી મોરબી શહેરની જનતા ત્રાસી ગઈ છે ત્યારે મોરબીની ચાર જેટલી સોસાયટીના રહીશોએ દારૂનું વેચાણ બંધ થાય તે માટે યજ્ઞનું આયોજન કર્યું છે.

- text

આગામી તારીખ 28 નવેમ્બર ને મંગળવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી મોરબીના બૌધ્ધનગર રોડ પર આવેલી શ્રી હરિપાર્ક સોસાયટી ખાતે દારૂનું વેચાણ બંધ થાય તેવા હેતુ સાથે ચારકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધી સોસાયટી, જીવરાજ પાર્ક, શ્રી હરિપાર્ક સોસાયટી અને બૌધ્ધનગર સોસાયટીના રહીશોએ મળીને આ યજ્ઞ કરવાનું આયોજન કર્યું છે. સોસાયટીના રહીશોના જણાવ્યા પ્રમાણે પ્રશાસનની કૃપાથી દારૂનું વેચાણ બંધ થતું નથી જેથી આ ચારકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક વખત પ્રશાસનને લેખિત તેમજ મૌખિક અને વીડિયો આપવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. પ્રશાસન દ્વારા માત્ર વાત વાતો કરવામાં આવે છે. પરંતુ કોઈ ઉકેલ ન આવતો હોય આ યજ્ઞનું આયોજન કરાયું હોવાનું રહીશો દ્વારા જણાવાયું છે.

- text