હળવદના માથક આશ્રમના મહંત દ્વારકા સુધીની દંડવડ યાત્રા કરશે

- text


દ્વારકાધીશના દર્શન કરી શીવપુરી ધામમાં 101 નારિયેળનો હવન કરશે. 

મોરબી : મોરબી જીલ્લાના હળવદ તાલુકાના માથક ગામમાં ટોયટા પરિવારનાં સુરાપુરા દાદા રાણાબાપાનો આશ્રમ આવેલો છે. આ રાણાબાપાના આશ્રમનાં મહંત રતનપુરીજી દ્વારા થરા સામૈયા સમયે માનતા લીધેલી હતી કે જ્યાં સુધી શરીર ચાલશે ત્યાં સુધી દંડવડ યાત્રા કરશે. જે અન્વયે તેઓ દ્વારકા સુધીની દંડવત યાત્રા કરશે.

માથક આશ્રમના મહંત રતનપુરી દ્વારા ગુરૂ કેદારપુરીજી-થરા ગુરૂજીના આર્શિવચન સાથે માથકથી મોરબી અને મોરબીથી દ્વારકા સુધી દંડવડ યાત્રા કરશે. આ દંડવડ યાત્રાનું પ્રસ્થાન તા. 27ને સોમવારે સવારે 9 થી 11કલાકે કરાવવામાં આવશે. જે માથકથી નીકળી મોરબીના દરબારગઢ ખાતે મચ્છુ માતાજીના દર્શન કરી વિશ્રામ કરશે ત્યારપછી દ્વારકા જવા આગળ વધશે. દ્વારકા પહોંચી દ્વારકાધીશના દર્શન કરી શીવપુરી ધામ ખાતે 101 નાળિયેરનો હવન કરવામાં આવશે. તેમજ માથક પાછા પરત ફરી રાણાબાપાના આશ્રમ ખાતે પણ 51 નાળિયેરનો હવન કરવામાં આવશે.

- text

આ ધાર્મિક કાર્યક્રમમાં માથક તેમજ ટોયટા પરિવારના તમામ લોકોએ ઉપસ્થિત રહેવા મહંત રતનપુરીજી ગુરૂ કેદારપુરીજી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text