બગથળા સોશિયલ ગૃપ દ્વારા સ્નેહમિલન – વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

- text


મોરબી : મોરબીના બગથળા સોશિયલ ગૃપ દ્વારા વાર્ષિક સમારંભ, સ્નેહમિલન તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું આગામી ટૂંક સમયમાં આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ બગથળા સોશિયલ ગૃપ દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન સમારોહ અંતર્ગત ગૃપના સભ્યોના બાળકોની વર્ષ 2022-2023 ની માર્કશીટની ઝેરોક્ષ કોપી તા. 5 ડિસેમ્બર સુધીમાં દર વખતેનાં કલેક્શન સેન્ટર ખાતે જમા કરાવવાની રહેશે તેમજ જે સભ્યોએ પોતાના બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવાનો હોય તેમણે ધરતીબેન બરસરા-9825941704 પર સંપર્ક કરવાનો રહેશે. તેમ બગથળા સોશિયલ ગૃપના પ્રમુખે જણાવ્યું છે.

- text

- text