હળવદના માથક ગામે ઉછીના પૈસા પરત માંગતા માર મરાયા

- text


હળવદ : હળવદના માથક ગામે ઉછીના પૈસા પરત માંગતા આરોપીએ લાકડાના ધોકા વડે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના માથક ગામે રહેતા નિલેશભાઈ ઉર્ફે નિકો હેમુભાઈ મદ્રેસણીયાને આરોપી પિન્ટુ અશોકભાઈ બોરાણીયાએ રસ્તામાં રોકી ઉછીના આપેલા પૈસા પરત માંગતા નિલેશભાઈએ કહ્યું હતું કે મેં તને જે ઉછીના પૈસા આપ્યા છે એ મને આપી દે એટલે હું પણ તને તારા પૈસા આપી દઈશ, જેથી એકદમ ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ લાકડી તેમજ લાકડાના ધોકા વડે નિલેશભાઈને માર મારતા હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text

- text