મોરબીમા પાટીદાર શિક્ષક સમાજ દ્વારા પાંચમો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો

- text


સાંસદ મોહન કુંડારીયાની ઉપસ્થિતિમાં તેજસ્વી તારલાઓ અને નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું

મોરબી : મોરબી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા 712 જેટલા કડવા-લેઉવા પાટીદાર સમાજના શિક્ષકો એટલે કે ‘મોરબી પાટીદાર શિક્ષક સમાજ ‘ સંગઠનનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.

હું નહીં આપણેના સૂત્ર સાથે કાર્યરત મોરબી પાટીદાર સમાજ શિક્ષક સમાજ દ્વારા આયોજિત વાર્ષિક સ્નેહમિલન સમારોહ સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પીઆઈ ડી.એમ. ઢોલ, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયા, ડેપ્યુટી ડીપીસી પ્રવિણભાઈ ભોરણીયા, શિક્ષક સંગઠનના મુખ્ય કાર્યકર્તાઓ શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે બોર્ડની પરીક્ષા, જ્ઞાનસાધના, જ્ઞાનશક્તિ, શિષ્યવૃત્તિ, જવાહર નવોદય વિદ્યાલય, એનએમએમએસ જેવી પરીક્ષા, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, તેમજ સ્નાતક અનુસ્નાતક એમ.બી.બી.એસ. એમ.ડી.પરીક્ષામાં નંબર પ્રાપ્ત કરનાર 32 જેટલા તેજસ્વી તરલાઓનું અને વર્ષ દરમિયાન નિવૃત થયેલા 18 જેટલા શિક્ષક બંધુ-ભગીનીઓનું સન્માન કરાયું હતું. નવનિયુક્ત ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય બાદ શૈલેષભાઈ ઝાલરીયાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રકાશભાઈ વરમોરા અને બ્રિજેશભાઈ મેરજા સહિતના મહેમાનોએએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમના અંતમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાએ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં સૌ તેજસ્વી તારલાઓ તેમજ નિવૃત ગુરુજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. સાંપ્રત સમયમાં કૌટુંબિક એકતા, પારિવારિક એકતા,સામાજીક એકતાની સાથે સાથે દેશની એકતા અને અખંડિતતા જાળવવા ઉપર ભાર મુક્યો હતો અને પાટીદાર શિક્ષક સમાજના આ ત્રિવિધ કાર્યક્રમને બિરદાવ્યો હતો. આભાર વિધિ માધાપરવાડી કુમાર શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ મારવણીયા, શૈલેશભાઈ ઝાલરીયા, અશ્વિનભાઈ એરણીયા, સંજયભાઈ બાપોદરિયા વગેરેની ટીમે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંદીપભાઈ આદ્રોજા, રમેશભાઈ કાલરીયા, જીજ્ઞેશ રાબડીયા, શૈલેષભાઈ કાલરીયા, શશીકાંત ભટાસણા, સંદીપભાઈ લોરીયા, અશોકભાઈ વસિયાણી, ગિરીશભાઈ કલોલા, મુકેશભાઈ બરાસરા, રમેશભાઈ ભાટિયા, રાજેશભાઈ મોકાસણા, અશ્વિનભાઈ દલસાણીયા, કિરણભાઈ કાચરોલા, સતીશભાઈ જીવાણીએ ખૂબ જહેમત ઉઠાવી હતી. આ સમારોહમાં નિવૃત થયેલ 15 જેટલા શિક્ષક ભાઈઓ બહેનો તરફથી વ્યક્તિગત રીતે રૂપિયા 1000/- નું યોગદાન પાટીદાર શિક્ષક સમાજને અર્પિત કરવામાં આવ્યું હતું.

- text

- text