મોરબીની પી.જી.પટેલ કોલેજમાં વ્યસનમુક્તિ અભિયાન કાર્યક્રમ યોજાયો

- text


કોમનમેન ફાઉન્ડેશન દ્વારા વ્યસનમુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા

મોરબી : આજે તારીખ 29 ઓક્ટોબરને રવિવારે મોરબીની અગ્રણી સ્વેચ્છિક સંસ્થા કોમનમેન ફાઉન્ડેશન દ્વારા તમાકુ મુક્તિ અભિયાન પ્રથમ ચરણની વિશેષ મિટિંગનું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.

હાલમાં ખાસ કરીને મોરબી સૌરાષ્ટ્ર-કચ્છમાં તમાકુ અને પાન-માવાના વ્યસનને લીધે મોઢા અને જડબા તેમજ અન્ય કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ દિશામાં મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સામાજિક ચેતનાના ભાગરૂપે મોરબીના અગ્રણી તબીબોની ટીમના સહયોગથી વ્યસનમુક્તિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં તમાકુના વ્યસનની દુરોગામી અસરો અને તમાકુના વ્યસન છોડવાના ઉપાયો વિષે મોરબીના અગ્રણી તબીબોની ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તેમજ આ અભિયાનમા વ્યસનમુકિતના સોગંદ લેવડાવવામા આવ્યા હતા. આ અભિયાનમાં વધુમાં વધુ લોકો જોડાઈને તમાકુના વ્યસનમાંથી મુક્ત બને તેવો ઉમદા હેતુ રાખવામાં આવ્યો છે.

આ અભિયાનની વિશેષતાએ છે કે, આ અભિયાનમાં જોડાઈને જે લોકો તમાકુનું વ્યસન છોડશે તેઓને કોઈ પણ શારીરિક કે માનસિક તકલીફ થશે તો મોરબીના અગ્રણી તબીબોની ટીમ વિનામૂલ્યે તેમની સારવાર કરશે અને સારવારનો જે કોઈ ખર્ચ થશે તે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા ઉઠાવવામાં આવશે તેમ સંસ્થાના પ્રમુખ ડો. સતીશ પટેલ દ્વારા જણાવાયું હતું. સાથે જ કોઈને વ્યસન છોડવું હોય તો ડો. સતીશ પટેલ (મો.નં. 98251 62162), ડો. રવિન્દ્ર ભટ્ટ (મો.નં. 98982 88777), ધરતીબેન બરાસરા (મો.નં.98259 41704)નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text

- text