દિવાળી આવી… મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

- text


મોરબી : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દિવાળી પહેલા લોકો ઘર અને ધંધા રોજગારની જગ્યાએ અને ઓફિસોમાં સાફ-સફાઈ કરતા હોય છે. ત્યારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ આજરોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

દિવાળી પહેલા પોલીસ સ્ટેશનને સાફ સુથરું બનાવવા માટે પોલીસ જવાનોએ હાથમાં સાવરણો લઈને સાફ-સફાઈ કરી હતી અને પોલીસ સ્ટેશનને ચમકાવ્યું હતું. આ સ્વચ્છતા અભિયાનમાં પી.આઈ. દેકાવાડિયા પી.એસ.આઈ ઝાલા તથા વાઘેલા સહિત તમામ સ્ટાફે સહભાગી થઈને પોલીસ સ્ટેશનમાં સાફ-સફાઈ કરી હતી.

- text

- text