મોરબીના દલવાડી સર્કલ નજીક દેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઇ 

- text


મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે દેશી દારૂ ભરેલી સીએનજી રીક્ષા સાથે આરોપી વિનોદભાઇ રાયધનભાઇ પગી, રહે.પચ્ચીસ વારીયા, દલવાડી સર્કલ પાસે, મોરબી વાળાને રૂપિયા 3000ની કિંમતના 150 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જો કે, પોલીસની કાર્યવાહી દરમિયાન સીએનજી રીક્ષા નંબર જીજે.13.વાય.4747નો ચાલક સ્થળ ઉપર હાજર નહીં મળી આવતા રીક્ષા નંબરના આધારે રીક્ષા ચાલક સહીત બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text