વાંકાનેરના રાતીદેવડી ગામે ચાર જુગારી ઝડપાયા 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા ચાર જુગારીઓને રોકડા રૂપિયા 22,800 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે રાતીદેવડી ગામથી વાંકિયા જવાના રસ્તે આવેલ સરકારી સ્કૂલ પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોય દરોડો પાડતા જુગાર રમી રહેલા આરોપી કલ્પેશભાઇ અમ્રુતભાઇ વોરા, નાથાભાઇ લાલજીભાઇ મદ્રેસાણીયા, કીશોરભાઇ હેમતભાઇ વોરા અને પ્રવીણસિંહ ધીરૂભા ઝાલાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 22,800 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text