વાંકાનેરની વઘાસીયા પ્રાથમિક શાળાની બાળાઓ ઉમા નવરાત્રી મહોત્સવમાં ગરબે રમી

- text


મોરબી : મોરબીમાં આયોજિત ઉમા નવરાત્રી મહોત્સવમાં ભાઈ ભાઈ નવરાત્રી ગૃપ-નવસારીના સભ્યોના સહયોગથી વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમીક શાળાની બાળાઓએ મન મૂકીને ગરબા રમી હતી.

ઉમા નવરાત્રી મહોત્સવમાં સરકારી શાળાની આ બાળાઓ જુદી-જુદી ગરબાની શૈલીઓ સાથે ગરબા રમતા જોઈ અન્ય ખેલૈયાઓ પણ અચંબિત થયા હતા. આ બાળાઓએ કાર્યક્રમના અંત સુધી ઉમંગ સાથે ગરબા રમી માતાજીની આરાધના કરી હતી. આયોજકો દ્વારા તમામ બાળાઓ અને શિક્ષક પરિવારને આઈસ્ક્રીમ અને નાસ્તો કરાવ્યો હતો.

- text

આ તકે આયોજક ચંદુભાઈ કાસુન્દ્રાએ જણાવ્યું હતું કે સરકારી શાળાના બાળકોને લઇને આવવું તેમની રહેવા-જમવાની વ્યવસ્થા કરવી અને તેમને શહેરના આધુનિક ગરબા મહોત્સવમાં ભાગ લેવડાવવો. આ બહુ અઘરુ કામ છે. ૫ણ છતાંયે વઘાસીયા શિક્ષકોએ કરેલ આ વિશિષ્ટ કાર્ય માટે શિક્ષકોને સ્ટેજ પર બોલાવી તાલીઓ સાથે બિરદાવ્યા હતા. અંતમાં શિક્ષક એવા નરેશભાઇ જગોદણા તથા અલ્પેશભાઇ દેશાણીએ આ તમામ અભિવાદન માટે અને સરકારી શાળાની બાળાઓને આ વિશેષ લાભ આપવા માટે ભાઇ-ભાઇ ગૃપના અમૃતભાઈ શેરસીયા, ચંદુભાઈ કાસુન્દ્રા, જેન્તીભાઈ બોપલીયા, ચેતનભાઈ સરસાવડીયા, નિકુંજભાઈ વડાલીયાનો આભાર માન્યો હતો.

- text