રામકથામાં મોરારી બાપુએ દુર્ઘટનાના આરોપી મુદ્દે કરેલા નિવેદનથી મૃતકોના પરિવારોમાં રોષ

- text


હતભાગી પરિવારની મુલાકાત વેળાએ મને એક વ્યક્તિએ કહ્યું કે થવાનું હતું એ થઈ ગયું પણ જેલમાં જે છે તે તેમના બાળકો સાથે દિવાળી મનાવી શકીએ તેવું ઇચ્છીએ છીએ : મોરારીબાપુ

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 135 લોકોને શ્રદ્ધાંજલિ રૂપે આયોજિત કથામાં પૂ. મોરારી બાપુના વ્યસપીઠેથી અપાયેલા એક નિવેદનથી મૃતકોના પરિવારજનોમાં નારાજગી વ્યાપી ગઇ છે.

પૂ. મોરારી બાપુએ આજે તા.8ના રોજ વ્યસપીઠેથી જણાવ્યું કે તેઓએ ખાનપર ગામે જ્યાં 13 લોકોના મોત થયા હતા તે પરિવારની મુલાકાત લીધી હતી. જ્યાં એક વ્યક્તિએ તેઓને એવું કહ્યું કે જે થવાનું હતું તે થઈ ગયું. અમારા તો મરી ગયા પણ હવે જે જેલમાં છે તેઓ પોતાના બાળકો સાથે દિવાળી મનાવી શકે તેવું અમે ઇચ્છીએ છીએ. માણસના મનમાં પ્રતિશોધ હોય પણ આ બદલાવ આવ્યો છે.

- text

આ નિવેદનને લઇને ટ્રેજેડી વિકટીમ એસોસિએશને જણાવ્યું કે તેઓના સંગઠનમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં અવસાન પામેલા 112 જેટલા મૃતકોના પરિવારો જોડાયેલા છે. આ દુર્ઘટનામાં ચાલી રહેલ ન્યાયિક પ્રક્રિયામાં આ માનવસર્જિત હત્યાકાંડના આરોપીઓને વધુમાં વધુ સજા મળે અને પીડિતોને ન્યાય મળે તેવા પ્રયત્નો ચાલુ છે. કોઈ કથાકાર જેમનું કાર્ય સમાજમાં સદાચાર નીતિમતા અને પ્રામાણિકતાની સુવાસ ફેલાવવાનું છે. તેઓ આવા જધન્ય અપરાધના આરોપીઓને છોડી દેવા એવા વાહિયાત નિવેદન આપી સમગ્ર સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે.

- text