હળવદના વિનોબા ગ્રાઉન્ડમાં દેશીના હાટડા ! પાંચ પકડાયા 

- text


હળવદ : હળવદ શહેરના વિનોબા ગ્રાઉન્ડમાં દેશી દારૂની બજાર ભરાતી હોય તેવી સ્થિતિ વચ્ચે ગઈકાલે હળવદ પોલીસે બે અલગ અલગ દરોડામાં પાંચ શખ્સોને દેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે પ્રથમ દરોડામાં વિનોબા ગ્રાઉન્ડ પાસે રહેતા આરોપી ગોવિંદભાઇ રામજીભાઇ બજાણીયાના ઘર પાસેથી આરોપી અજયભાઇ હરીભાઇ સોલંકી, ગોવિંદભાઇ રામજીભાઇ બજાણીયા અને સિકંદરભાઇ મહમંદભાઇ પઠાણને દેશી દારૂની લે વેચ કરતા રંગે હાથ ઝડપી લઈ 16 લીટર દેશી દારૂ તેમજ 40 હજારનું હીરો કંપનીના પ્લેઝર મોટર સાયકલ સહીત કુલ રૂપિયા 40,320નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

જયારે બીજા દરોડામાં વિનોબા ગ્રાઉન્ડમાંથી આરોપી રમેશભાઇ ગુગાભાઇ સાવડીયા અને રમેશભાઇ ગજુભાઇ કાનાણીને 8 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 160 સાથે ઝડપી લઈ દેશી દારૂનો જથ્થો વેચવા આપી જનાર કુડા ગામના ઇશાભાઇ ઠાકરશીભાઇ ઠાકોરનું નામ ખોલાવી ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી બે શખ્સને ઝડપી લીધા હતા.

- text