કાલે સોમવારથી નવરાત્રી સ્પે. મોરપીંછ એક્ઝિબિશન : મુલાકાત લેનાર બહેનોને મેકઅપ, ફેશિયલ અથવા બ્લીચ ફ્રી 

ચણીયાચોલી, ઓર્નામેન્ટથી લઈને ફૂડ, હોમ ડેકોર અને ઇન્ડોર પ્લાન્ટ સહિતની તમામ આઇટમોના 50થી વધુ સ્ટોલ : એક્ઝિબિશન માત્ર બે જ દિવસ ચાલશે 

મોરબી : નવરાત્રી નિમિત્તે મોરબી અપડેટ આયોજિત મોરપીંછ એક્ઝિબિશનનો આવતીકાલે સોમવારે સ્વાગત હોલ ખાતે પ્રારંભ થવાનો છે. આ એક્ઝિબિશનમાં અંદાજે 50 જેટલા સ્ટોલ હશે. જેમાં એકથી એક ચડિયાતી આઇટમો મળશે.

દર વર્ષે અવનવા કાર્યક્રમો આપીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતું મોરબીવાસીઓનું પોતાનું માધ્યમ મોરબી અપડેટ છેલ્લા થોડા સમયથી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે મોરપીંછ એક્ઝિબિશનનું પણ આયોજન કરે છે. સ્થાનિક રોજગાર અને ધંધાઓને વેગ મળે તેમજ લોકોને એક જ સ્થળેથી શ્રેષ્ઠ કિંમતે વસ્તુઓની ખરીદીનો અવસર મળે તેવા ઉદ્દેશ સાથે તા.9 અને 10 ઓક્ટોબર રોજ મોરપીંછ ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન રવાપર ચોકડી નજીક આવેલ સ્વાગત હોલ ખાતે યોજનાર છે.

આ એક્ઝિબિશનમાં ચણીયા ચોલી, ઓર્નામેન્ટ, ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હોમ ડેકોર, હેન્ડીક્રાફટ, ફેસ્ટિવલ સ્પેશિયલ આઈટમ, જવેલરી, ગૃહ ઉદ્યોગ, અથાણા, કોડીયા, ફૂટવેર, જવેલરી, ટોયઝ, ફૂડ સ્ટોલ, સ્પેશિયલ એક્ટ્રેશન, રોપા, ઇનડોર પ્લાન્ટ સહિતના 50 સ્ટોલ હશે. અહીં મુલાકાત લેનાર બહેનોને મેકઅપ, ફેસિયલ અને બ્લીચમાંથી કોઈ પણ એક વસ્તુ ફ્રી અપાશે. એક્ઝિબિશનનો સમય સવારે 9થી રાત્રે 8 સુધીનો છે. અહીં બહેનો માટે એન્ટ્રી નિઃશુલ્ક છે.

મોરપીંછ એક્ઝિબીશન

તા. 9 અને 10 ઓક્ટોબર

સ્થળ : સ્વાગત હોલ, 

રવાપર ચોકડી, મોરબી

વિપુલ પ્રજાપતિ-99130 53249

મિત્તલ પ્રજાપતી-99093 82382