મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડો.હાર્દ વસાવડા બુધવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન

ગાદીની તકલીફ, કમર -ડોકમાં દુઃખાવો, મણકાનું કેન્સર -ટીબી, મણકાના ફેક્ચર- પેરેલીસીસ, બ્રેઇન ટ્યુમર, ચાલવાની તકલીફ, હાથ પગની નસોનો દુઃખાવો, મગજનું હેમરેજ તથા પાણી ભરાવું સહિતની સારવાર ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત તબીબની સેવા ઘર આંગણે જ મળી રહે તેવા ઉદેશ સાથે શહેરની નક્ષત્ર અને ક્રિષ્ના હોસ્પિટલમાં ડો. હાર્દ વસાવડાની ખાસ ઓપીડીનું આયોજન આગામી બુધવારના રોજ કરવામાં આવ્યું છે. તો આ ઓપીડીનો લાભ દર્દીઓએ જરૂર લેવો.

મોરબીમાં દર મહિનાના બીજા બુધવારે સ્ટર્લિંગ હોસ્પિટલના અનુભવી ડોકટર હાર્દ વસાવડા દ્વારા ઓપીડી યોજવામાં આવે છે. જે અંતર્ગત તેમના દ્વારા આગામી તા.11 ઓક્ટોબરને બુધવારના રોજ સાંજે 5થી 7 શનાળા રોડ ઉપર મહેશ હોટેલની પાછળ એપલ હોસ્પિટલવાળી શેરીમાં આવેલ નક્ષત્ર હોસ્પિટલમાં ઓપીડી રાખવામાં આવી છે. ડો. હાર્દ વસાવડા MS, M.ch ( ન્યુરોસર્જરી) મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત છે. તેઓ ગાદીની તકલીફ, કમર અને ડોકમાં દુઃખાવો થવો, મણકાનું કેન્સર અને ટીબી, મણકાના ફેક્ચર તથા પેરેલીસીસ, મગજની ગાંઠ ( બ્રેઇન ટ્યુમર), ચાલવાની તકલીફ, હાથ પગની નસોનો દુઃખાવો, મગજનું હેમરેજ તથા પાણી ભરાવું, ટ્રાયજેમીનલ ન્યુરોલાજીની સારવારમાં માહેર છે.

ડો.હાર્દ વસાવડાએ કોચી સ્થિત વિખ્યાત ઈન્સ્ટિટ્યૂટ, અમૃતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝમાંથી એમ.સી.એચ (ન્યુરોસર્જરી)ની પદવી મેળવી છે. ડો. વસાવડા ન્યુરો-સર્જિકલ પરિવારનું બેકગ્રાઉન્ડ ધરાવે છે. વ્યવસાયિક ક્ષેત્રે તાલીમ દરમિયાન તેઓ મોટી સંખ્યામાં જટિલ ન્યુરો અને સ્પાઇન સર્જરીઝમાં સહભાગી થયા છે. આ ઉપરાંત ન્યુરોસર્જિકલ પ્રોસિજર્સના ઈમરજન્સી કેસીઝ તેઓએ સફળતાપૂર્વક હેન્ડલ કરેલા છે.

એન્ડોવાસ્ક્યુલર ન્યુરો-ઈન્ટરવેન્શન્સ પ્રોસિજર્સ (ચેકા વગર ઓપરેશન સારવાર), જેમાં એન્યુરિઝમમાં (લોહીની નળી/મોરલી ફૂલાઈ જવી) એન્ડોવાસક્યુલર કોઈલિંગ, સ્ટ્રોકદરમિયાન મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી અને અન્ય જટિલ ન્યુરો-વાસ્ક્યુલર કેસિઝ તેમના રસના વિષયો છે. તેઓ કરોડરજ્જુની જટિલ સર્જરીઝ જેવીકે ટ્યુમર્સ, ટ્રોમા, ડિ-જનરેટીવ સ્પાઈન ડિસિઝ અને ઇન્ફેક્શીયસ સ્પાઇન ડિસિઝના કેસિઝનો બહોળો અનુભવ ધરાવે છે.

વધુમાં, તાલીમ દરમિયાન ઘણી રોબોટીક ન્યુરોસર્જરીઝ (ROSA) કરવાનો અનુભવ ધરાવે છે, વર્તમાન સમયમાં ન્યુરોસર્જરી ક્ષેત્રે રોબોટીક પ્રક્રિયાને સૌથી એડવાન્સ્ડ પ્રક્રિયા ગણવામાં આવે છે. ઓપન સર્જિકલ ઇન્ટરવેન્શનના જોખમો ઘટાડવા માટે તેઓએ એન્ડોસ્કોપિક પ્રોસિજર્સ કરવાની તાલીમ પણ મેળવી છે. તેઓ બાળકોને લગતી ન્યુરોસર્જરીઝ, લબેઝ સર્જરીઝ અને એપિલેપ્સી સર્જરીઝ (આંચકીને લગતી) કરવાનો અનુભવ પણ ધરાવે છે. મગજને લગતી સર્જરીઝમાં ખૂબ નિપૂર્ણતા અને અનુભવ હોવા ઉપરાંત, ડૉ. હાર્દ વસાવડા આ ક્ષેત્રમાં નવિન મેડિકલ અપડેટ્સથી સતત માહિતગાર રહે છે અને તેમના ઘણાં સંશોધનપત્રો એન્યુઅલ સ્ટેટ કોન્ફરન્સ ઓફ ન્યુરોલોજીકલ સોસાયટી ઓફઈન્ડિયા-કેરળ ચેપ્ટર, સ્કલબેઝકોન ૨૦૧૭, ન્યુરોવાસકોન ૨૦૧૭, ઈન્ડિયન સોસાયટી ઓફ ન્યુરો વાસક્યુલર સર્જરી કોન્ફરન્સ વિગેરેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ થયા છે.

ઓપીડી તા. 11/10/2023
સાંજે 5થી 7 – નક્ષત્ર હોસ્પિટલ
રજીસ્ટ્રેશન માટે 02822 222222
વધુ વિગત માટે મો.નં.9574000695