હળવદ ખાતે સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો 

- text


સ્વ. પુનરવસુભાઈ એચ. રાવલના પરિવારજનો દ્વારા સેવાકાર્ય કરાયું 

હળવદ : આજરોજ હળવદના સરા રોડ ખાતે આવેલ રુદ્ર ટાઉનશિપ ખાતે શ્રી રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ અને શ્રી ધર્મપ્રેમી સેવા મંડળ અને લાયન્સ ક્લબ હળવદ સિટી દ્વારા વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આ કેમ્પ માં હળવદ તાલુકા અને આસપાસ ના વિસ્તાર માં 85 જરૂરિયાતમંદ દર્દીઓએ આ કેમ્પમાં પોતાની આંખની તપાસ કરાવી હતી જેમાં રણછોડદાસજી બાપુ હોસ્પિટલના નિષ્ણાંત આંખના સર્જન ડોકટર દ્વારા 85 દર્દીઓ ના આંખની તપાસ કરવામાં આવી હતી અને દર્દીઓને આંખમાં મોતિયા હોવાનું નિદાન કરવામાં આવ્યું તેથી 35 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે શ્રી રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. તમામ દર્દી નારાયણ ને આવવા જવાની સુવિધા તેમજ નિશુલ્ક મોતિયાના ઓપરેશન અતિઆધુનિક પદ્ધતિ દ્વારા કરી આપવામાં આવશે તેમજ જરૂરી દવા – ટીપાં અને ચશ્માં સહિત રહેવા જમવાની સુવિધા આ કેમ્પમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવી છે. ત્યા

હળવદ છેલ્લા ઘણા સમયથી દર મહિના ની 8તારીખે વિનામૂલ્યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે જેથી હળવદ તાલુકાની જાહેર જનતાને જાણ થાય અને આ કેમ્પ નો વધુમાં વધુ લોકો લાભ લે તે અંગે આયોજકોએ જાહેર જનતાને અપીલ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ કેમ્પના દાતા તરીકે સ્વ. પુનરવસુભાઈ એચ. રાવલ પરિવાર રહ્યો હતો અને આગામી એક વર્ષ સુધીના કેમ્પના દાતા તરીકે સેવા આપવા માટે પરિવારજનોએ આ તકે જાહેરાત કરી હતી. આ કેમ્પને સફળ બનાવવા શ્રી રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ અને ધર્મપ્રેમી સેવા મંડળ ના સભ્યો તેમજ લાયન્સ ક્લબ હળવદ સિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text