નવરાત્રીને ધ્યાને લઇ નક્ષત્ર હોસ્પિટલમાં રાહતભાવે કરી અપાશે હદયની સંપૂર્ણ તપાસ

 

હાર્ટ એટેકના વધતા બનાવોને પગલે હોસ્પિટલમાં માત્ર રૂ. 1500માં એમડી ફિઝિશિયન દ્વારા તપાસ તથા માર્ગદર્શન, ઇસીજી, સોનોગ્રાફી /ટીએમટી, કોલેસ્ટ્રોલ અને સુગરનો રિપોર્ટ કરી અપાશે
ફૂલ બોડી ચેક અપ માટે હવે રાજકોટ નહિ જવું પડે, અહીં જ આધુનિક રીતે તમામ રિપોર્ટ થઈ જશે
મોરબી (પ્રામોશનલ આર્ટિકલ) : ગરબા રમતા રમતા કે અન્ય કોઈ પ્રવૃત્તિ કરતી વેળાએ હાર્ટ એટેક આવવાના બનાવનું પ્રમાણ વધ્યું છે. ઉપરાંત નવરાત્રી નજીક જ હોય જેને ધ્યાને લઇ નક્ષત્ર હોસ્પિટલમાં હદયની સંપૂર્ણ તપાસ રાહતભાવે કરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેમાં એમડી ફિઝિશિયન દ્વારા તપાસ તથા માર્ગદર્શન, ઇસીજી, હદયની સોનોગ્રાફી (2D ઇકો)/હદયની ક્ષમતા માપવા માટેનો રિપોર્ટ(ટીએમટી), કોલેસ્ટ્રોલ અને સુગરનો રિપોર્ટ આ બધા રિપોર્ટ અને તપાસ રૂ. 4000માં થતી હોય, જે કેમ્પમાં માત્ર રૂ.1500માં કરી આપવામાં આવશે. આ તપાસ માટે અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવી અનિવાર્ય છે. આ ઉપરાંત ફુલ બોડી ચેકઅપ માટે અગાઉ લોકોને રાજકોટ સુધી જવું પડતું હતું. પણ હવે નક્ષત્ર હોસ્પિટલમાં આધુનિક રીતે ફૂલ બોડી ચેક અપની સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.

નક્ષત્ર હોસ્પિટલ
મહેશ હોટેલ પાછળ,
શનાળા રોડ, મોરબી
ફોન નં.02822-222222
મો.નં. 7502062222