વગર વરસાદે મચ્છુ-1 ડેમ 90 ટકા ભરાયો : હજુ પણ 100 ક્યુસેક પાણીની આવક 

- text


મોરબી અને વાંકાનેરના 24 ગામોને એલર્ટ કરાયા 

વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ મચ્છુ-1 ડેમમાં વગર વરસાદે પણ સતત પાણીની આવક ચાલુ રહેતા મચ્છુ-1 ડેમ હાલમાં 90 ટકા ભરાઈ ગયો છે અને હાલમાં 100 ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતા ડેમના હેઠવાસમાં આવતા મોરબી તેમજ વાંકાનેર તાલુકાના 24 ગામોને નદીના પટ્ટમાં અવર જવર નહીં કરવા સાવચેત કરવામાં આવ્યા છે.

- text

મોરબીના જિલ્લા સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વાંકાનેર નજીક આવેલ મચ્છુ-1 ડેમ હાલમાં 90 ટકા ભરાઈ ગયો છે અને હાલમાં 100 ક્યુસેક પાણીની આવક ચાલુ છે જેથી મોરબીના લખધીરનગર, લીલાપર, મકનસર, વાંકાનેરના ઢુંવા, ધમલપર,ગારિયા, હોલમઢ, જાલસીકા, કેરાળા,લુણસરીયા, મહીકા,પંચાસર સહિતના 24 ગામના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી છે.

- text