કચ્છમાં અનેક વાહન ચોરી કરનાર શખ્સ ચોરાઉ બાઈક સાથે ઝડપાયો 

- text


ક્રાઇમ બ્રાન્ચે અગાઉ હળવદના ગોલાસણના શખ્સને ઝડપી લીધા બાદ વધુ એક સાગ્રીત પોલીસ ગિરફ્તમાં 

મોરબી : કચ્છ જિલ્લામાં અનેક વાહનો ચોરી કરનાર ગેંગના સૂત્રધાર એવા હળવદ તાલુકાના ગોલાસણ ગામનો શખ્સ આઠ ચોરાઉ બાઈક સાથે ઝડપાઇ ગયા બાદ મોરબી ક્રાઇમ બ્રાન્ચે વાહનચોર ગેંગના વધુ એક સાગ્રીત એવા મૂળ મોરબીના શખ્સને નંબર પ્લેટ વગરના ચોરાઉ બાઈક સાથે મહારાણા પ્રતાપ ચોકમાંથી ઝડપી લઈ વાહનચોર ગેંગના અન્ય એક સભ્યનું નામ ખોલાવવામાં સફળતા મેળવી છે.

મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે બાતમીને આધારે મહારાણા પ્રતાપ સર્કલ પાસે વોચ ગોઠવી મૂળ મોરબી અને હાલમાં કચ્છના મીઠી રોડ ગાંધીધામ ખાતે રહેતા વિશાલ ભીમજી આતરેસા નામના શખ્સને નંબર પ્લેટ વગરના હીરો પેશન પ્રો મોટર સાયકલ કિંમત રૂપિયા 20,000 સાથે ઝડપી લેતા આ બાઈક અંજાર ખાતેથી ચોરી કરી હોવાની કબૂલાત આપતા આરોપીને સીટી બી ડિવિઝન પોલીસને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પોલીસે હળવદ ગોલાસણના કરશન ભરત રાતૈયા નામના શખ્સને આઠ ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો અને કરશન તેમજ વિશાલની ગેંગ દ્વારા કચ્છના ગાંધીધામ અને અંજાર વિસ્તારમાંથી અલગ અલગ નવ વાહન ચોરી કરી હોવાનું અને હજુ પણ અન્ય આરોપી પપ્પુ વાઘેલા રહે.વરસામેડી વાળાનું નામ ખુલતા પોલીસે પપ્પુને ઝડપી લેવા પ્રયાસો તેજ કર્યા છે.

- text