મોરબીમાં 55 બોટલ વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાઇ

- text


સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે વાવડી રોડ ઉપર રહેણાંકમાં દરોડો પાડ્યો

મોરબી : મોરબી શહેરના વાવડી રોડ ઉપર મહિલા પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરતી હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આ મહિલાને 55 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, વાવડી રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ પાર્ક સોસાયટીમાં રહેતી રેખાબેન દિલીપભાઈ વધોરા પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરે છે. જે બાતમીને આધારે દરોડો પાડતા મૂળ અમદાવાદના રહેવાસી આરોપી રેખાબેન દિલીપભાઈ વધોરાના કબજા ભોગવટા વાળા મકાનમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની 55 બોટલ કિંમત રૂપિયા 20,625નો જથ્થો મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text