વાંકાનેરના મેસરીયા ગામે જુગાર રમતા ત્રણ પકડાયા, 4 આરોપી નાસી ગયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) હરેશભાઇ સોમાભાઇ ભુસડીયા (ર) ભરતભાઇ ગોવીંદભાઇ રાઠોડ અને(૩) મીઠાભાઇ પાંચાભાઇ મકવાણા તીનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જ્યારે આરોપી(૪) સામજીભાઇ સોમાભાઇ કોળી (૫) ધનાભાઇ ગેલાભાઇ કોળી (૬) વીનાભાઇ કેસાભાઇ કોળી અને(૭) હસમુખભાઇ દેવગુણભાઇ કોળી નામના ચાર આરોપીઓ નાસી ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે આરોપીઓના કબ્જામાંથી રોકડા રૂપીયા-૧૫,૩૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કીમત રૂ.૮,૦૦૦ મળી કુલ રૂ.૨૩,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text