મોરબીમાં સોનકીએ મંગાવેલા 500 લીટર દેશી દારૂ સાથેની કાર એલસીબીએ પકડી 

- text


લાલપર ગામના દરવાજા પાસેથી પોલીસે દારૂ સપ્લાય કરવા આવેલા ચોટીલાના શખ્સને દબોચ્યો, સોનકી સહિત બે ફરાર 

મોરબી : મોરબી એલસીબી ટીમે લાલપર ગામના દરવાજા પાસેથી બાતમીને આધારે મોરબીની નામચીન દેશી બુટલેગર સોનલ ઉર્ફે સોનકીએ મંગાવેલ 500 લીટર દેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને દબોચી લીધો હતો, જો કે સોનકી અને અન્ય એક આરોપી હાથ ન લાગ્યા હતા.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીની માળીયા વનાળીયા સોસાયટીની નામચીન દેશી બુટલેગર સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટીયાએ ચોટીલાથી દેશી દારૂ મંગાવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે લાલપર નજીક વોચ ગોઠવતા કારમાં દારૂ સપ્લાય કરવા આવેલા ચોટીલાના જયરાજ ગભરૂભાઇ ગોવાળીયા નામના શખ્સને દારૂનો જંગી જથ્થો ભરેલી કાર સાથે ઝડપી લીધો હતો.

- text

વધુમાં પોલીસે આરોપીની પૂછપરછ કરતા દેશી દારૂનો જથ્થો ચોટીલાના મંગળુભાઇ બહાદુરભાઇ ગોવાળીયાએ માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતી સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઇ કટીયાના કહેવાથી મોકલ્યો હોવાનું કબુલતા પોલીસે ત્રણેય વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવી 500 લીટર દેશી દારૂ તેમજ કાર મળી કુલ 85 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text