મોરબીને મેઘરાજાનું ગુડમોર્નિંગ, સવારે 6થી 8 વાગ્યા સુધીમાં દે ધનાધન એક ઈંચ 

- text


ટંકારામાં દોઢ ઈંચ, વાંકાનેરમાં પણ એક ઈંચ, હળવદમાં હળવો અને માળીયા કોરું રહ્યું 

મોરબી : મોરબીમાં ગઈકાલની જેમ આજે પણ મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે છ વાગ્યાથી લઈ આઠ વાગ્યા સુધીમાં ટવેન્ટી ટવેન્ટી મેચની જેમ મેઘરાજાએ ધોધમાર હેત વરસાવતા બે કલાકના સમયગાળામાં મોરબીમાં એક ઈંચથી વધુ એટલે કે 29મીમી, ટંકારામાં 35મીમી, વાંકાનેરમાં 24મીમી, હળવદમાં ઝાપટા રૂપે 6મીમી વરસાદ વરસ્યો હતો જો કે, મેઘરાજાના સવારના ગુડમોર્નિંગ રાઉન્ડમાં માળીયા કોરું ધાકોડ રહ્યું હતું.

- text

- text