હળવદમાં મેઘરાજાનું દે ધનાધન, ગતરાત્રીથી આજ સવારના 10 સુધીમાં સવા ત્રણ ઇંચ વરસાદ

- text


ગતરાત્રીથી ફરી મેઘરાજાના મોરબી જિલ્લામાં મુકામ વચ્ચે સૌથી વધુ હળવદ ઉપર વ્હાલ વરસાવ્યું

હળવદ : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ ગતરાત્રીથી જ મેઘરાજાએ મુકામ કર્યો છે અને ગતરાત્રીથી ફરી મેઘરાજાના મોરબી જિલ્લામાં મુકામ વચ્ચે સૌથી વધુ હળવદ ઉપર વ્હાલ વરસાવ્યું છે. જેમાં હળવદમાં દે ધનાધન ગતરાત્રીથી આજ સવારના 10 સુધીમાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

- text

હળવદ તાલુકામાં લાંબા સમય બાદ ગતરાત્રીના 8 વાગ્યાની આસપાસ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી અને એ સાથે હળવદમાં મેઘાવી માહોલ છવાઈ ગયો હતો. હળવદ પંથકમાં ગતરાત્રીથી કયારેક ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ પડ્યો હતો. હળવદ પંથકમાં ગતરાત્રીથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. આથી ગતરાત્રીના આઠ વાગ્યાથી આજે સોમવારે સવારના 10 વાગ્યા સુધીમાં 80 મિમી એટલે સવા ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે અને વરસાદ હજુ ચાલુ છે. લાંબા સમય બાદ હળવદમાં વરસાદની હેલીથી ખેડૂતોને રાહત થઈ છે.

- text