દે ધનાધન ! વાંકાનેર અને હળવદમાં મેઘરાજાની ટવેન્ટી-ટવેન્ટી 

- text


મોરબી : મોરબી જિલ્લામાં મેઘરાજા બે મહિનાની કસર પુરી કરવા આવ્યા હોય તેવી ધુંવાધાર ઇનિંગ્સ શરૂ કરી છે ત્યારે આજે સવારથી હળવદમાં દોઢ ઈંચ બાદ આઠથી દસ વાગ્યાના સમય ગાળામાં વધુ પોણો ઈંચ એટલે કે 17 મીમી વરસાદ વરસાવ્યો છે તો બીજી તરફ વાંકાનેરમાં પણ આઠથી દસ વાગ્યાના સમયગાળામાં 20 મીમી એટલે કે એકાદ ઈંચ જેવો વરસાદ વરસ્યો છે, મેઘરાજાની ટવેન્ટી ટવેન્ટી જેવી ઇનિંગ્સમાં મોરબીમાં આઠથી દસ વાગ્યાના સમયમાં આઠ મીમી અને ટંકારામાં વધુ 5 મીમી વરસાદ નોંધાયો હતો.

- text

- text