કુડા નજીક રણમા ફસાયેલા પરિવારને હેમખેમ બહાર કઢાયો 

- text


હળવદ : ધાંગધ્રા તાલુકાના નિમકનગર નજીક કચ્છના નાના રણમાં લીમડીનો પરિવાર શ્રી વચ્છરાજ દાદાના દર્શને જતા વચ્ચે ફસાયો હોવાની જાણ નીમકનગર ગામના સરપંચને થતા તેઓ દ્વારા તાત્કાલિક સેવાભાવી યુવાનોને ટ્રેક્ટર લઈ રણમાં મોકલી આપી ફસાયેલ લીમડીના પરિવારને હેમખેમ બહાર કાઢી લીધો હતો.

ધાંગધ્રા તાલુકાના નિમકનગર ગામ નજીકથી કચ્છના નાના રણમાં જવાનો રસ્તો જતો હોય જેથી લીંબડીનો પરિવાર રણમાં આવેલ શ્રી વચ્છરાજ દાદાના દર્શને ઇકો કાર લઈને ગયો હતો.જોકે આ પરિવાર રણમાં સાત કિલોમીટર ચાલ્યા બાદ રણની ભીની માટીના કારણે ઇકો કારની ક્લેજ પ્લેટ ફેલ થઈ જતા આ પરિવારજનો રણમાં જ અટવાયા હતા અને ઉપરથી વીજળીના કડાકા સાથે વરસાદી વાતાવરણ થઇ ગયું હોય જેથી પરિવાર જેનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.

- text

જોકે ઇકો કારમાં અંદાજે 10 જેટલા વ્યક્તિઓ સવાર હોય તેઓ દ્વારા વચ્છરાજ મંદિરના સંચાલકને આ બાબતની જાણ કરવામાં આવી હતી જેથી મંદિર દ્વારા નિમકનગર ગામના સરપંચ ચંદુભાઈ ઠાકોરને જાણ કરાતા તાત્કાલિક ટ્રેક્ટર રણમાં મોકલી આપી પરિવારજનોને અને કારને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી.આ કામગીરીમાં નિમકનગર ગામના સેવાભાવી યુવાન અશ્વિનભાઈ ઠાકોર, મનીષભાઈ ચનુરા,સિધ્ધરાજ ભાઈ ઉડેચા,સુખદેવભાઈ ઝિંઝુવાડીયા સહિતના યુવાનો જોડાયા હતા.

- text