સવારે 10થી 12ની વચ્ચે હળવદમાં પોણો, મોરબી અને ટંકારામાં અડધો ઇંચ, અન્યત્ર ઝાપટા

- text


મોરબી : મોરબી જિલ્લામાં લાંબા સમય બાદ ગતરાત્રીથી મેઘરાજાની પધરામણી થઈ છે અને ગતરાત્રીથી આજ સવાર સુધી ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો છે. ત્યારે સવારે 10થી 12ની વચ્ચે હળવદમાં પોણો ઈંચ, મોરબી અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ અને અન્યત્ર ઝાપટા પડ્યા હતા. સતાવાર વિગત મુજબ સવારે 10થી બપોરના 12 દરમિયાન હળવદમાં 21 મિમી, ટંકારામાં 13 મિમી, મોરબીમાં 10 મિમી અને વાંકાનેરમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે માળીયામાં વરસાદ નોંધાયો નથી.

- text

- text