મોરબીના ચકમપર ગામે 20 એકર ગૌચરમા ખડકાયેલ દબાણો સાંજ સુધીમા દૂર થશે

- text


ચાલુ વરસાદે પણ જિલ્લા તાલુકા પંચાયતની ટીમ દ્વારા કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં ગૌચરની અને પંચાયતની જમીનો ઉપર ખડકાયેલ દબાણો દૂર કરવા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજે ચાલુ વરસાદે પંચાયત વિભાગે ચકમપર ગામે ગૌચરની 20 એકર જમીન ઉપર ખડકાયેલ દબાણો દૂર કરવા કાર્યવાહી શરૂ કરી છે અને સાંજ સુધીમાં તમામ દબાણો હટાવી દેવામાં આવશે તેવું ડીડીઓ જાડેજાએ જણાવ્યું હતું.

મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોરબી તાલુકાના ચકમપર ગામે ગૌચરની 8 હેકટર એટલે કે 20 એકર જમીન ઉપર ખડકાયેલ રહેણાંક દબાણો નામદાર કોર્ટના આદેશ મુજબ દૂર કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સાંજ સુધીમાં તમામ દબાણો દુર કરી દેવામાં આવશે.

- text

ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા અગાઉ જ બધા દબાણકારોને સ્વૈચ્છીક દબાણ હટાવવા તાકીદ કરી હતી અંર ગતરાત્રી સુધી લોકોએ સ્વૈચ્છીક સ્થળાંતર કર્યું હતું. જો કે ચાલુ વરસાદે દબાણ દૂર કરવામાં આવતા કેટલાક લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો છતાં તંત્ર દ્વારા મક્કમ રીતે કડક હાથે કામગીરી કરી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

- text