હળવદમાં વરસાદને પગલે કેનાલના પાણીએ ગામડાઓને ધમરોળ્યા

- text


માળીયા બ્રાન્ચની કેનાલમાં પાણીનો પ્રવાહ વધતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ

હળવદ : હળવદ પંથકમાં વરસાદને પગલે માળીયા બ્રાન્ચની કેલાલમાં પાણીનો પ્રવાહ વધતા હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલના પાણી ફરી વળ્યાં છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કેનાલમાં પાણીનો પ્રવાહ ઓછો નહીં કરાઇ તો વધુ આફત આવવાની દહેશત છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદના ઇસનપુર, અજિતગઢ, ખોડ સહિતના ગામોમાં માળીયા બ્રાન્ચની કેનાલ પસાર થતી હોય બે ત્રણ દિવસ પહેલા આ કેનાલ ઉપર પીજીવીસીએલ વિભાગે કડક ચેકિંગ કર્યું હતું અને કેનાલ ઉપર ગેરકાયદે કનેક્શન હટાવ્યા હતા. ઉપરથી આજે વરસાદ પડતાં આ કેનાલમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. અત્યારે કેનાલના પાણી ઉપરથી છલકીને જઈ રહ્યા હોય આ કેનાલ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા, આથી ખેડૂતો કહી રહ્યા છે કે, કેનાલના પાણીનો પ્રવાહ ઓછો નહિ કરવામાં આવે તો વધુ પ્રવાહથી કેનાલ તૂટશે અને પાણીનું સંકટ વધશે. આથી કેનાલમાં પાણીનો પ્રવાહ ઓછો કરવાની ખેડૂતોએ માંગ કરી છે.

- text

- text