માળીયા પાલિકાના પ્રમુખ તરીકે રહેમતબેન મોવર, ઉપપ્રમુખ તરીકે રહીમભાઈ જામની બિનહરીફ વરણી

- text


માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે પણ દાવેદારી નોંધાવી

માળીયા નગરપાલિકાના પ્રમુખ તરીકે રહેમતબેન મોવર, ઉપપ્રમુખ તરીકે રહીમભાઈ જામની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જ્યારે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસે પણ દાવેદારી નોંધાવી છે.

માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ભાજપ બાદ કોંગ્રેસે પણ દાવેદારી નોંધવી છે. જો કે માળીયા તાલુકા પંચાયતની કુલ 16 સીટમાંથી ભાજપ પાસે 10 અને કોંગ્રેસ પાસે 6 સીટ હોય એમાં પણ એક સદસ્યનું અવસાન થતાં કોંગ્રેસ પાસે પાંચ સીટ બચી છે. પાંચ કોંગ્રેસના સભ્યોમાંથી એક મનીષાબેન લક્ષ્મણભાઈ નાથડાએ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે તેમજ અશોકભાઈ મોહનભાઇ કૈલાએ ઉપપ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી છે. જ્યારે માળીયા નગરપાલિકાની 24 સે 24 સીટ કોંગ્રેસ પાસે હોય આ માળીયા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી બિનહરીફ થઈ છે. જેમાં માળીયા નગરપાલિકાના પ્રમુખ તરીકે રહેમતબેન સલેમાનભાઈ મોવર અને ઉપપ્રમુખ તરીકે રહીમભાઈ રાજાભાઈ જામ બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

- text

- text