સ્કાય મોલમાં 15મીથી ગહેના એક્ઝિબિશન : ખ્યાતનામ 5 જવેલર્સનું પ્રીમિયમ કલેક્શન એક જ સ્થળે

 

વેડિંગ માટેનું એક્સક્લુઝીવ લકઝરી કલેક્શન : પોલકી, એન્ટિક, ગોલ્ડ, મોન્ઝોનાઇટ ઉપરાંત પ્રથમ વખત ડાયમંડનું અદભુત કલેક્શન સૌના મન મોહી લેશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ફરી એક વખત ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું તા.15થી ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અદભુત જવેલરીનું એક્સક્લુઝીવ કલેક્શન સૌના મન મોહી લેવાનું છે. તો ઘરઆંગણે આવેલ આ લ્હાવો ચૂકશો નહિ.

મોરબીના સ્કાય મોલમાં તા.15,16 અને 17 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદનું પંચરત્ન જવેલર્સ ( અમદાવાદ), સી. મનસુખલાલ જવેલર્સ ( સુરત), દાગીના જવેલર્સ (સુરત), બાલાજી જવેલર્સ (રાજકોટ), શ્રી રાધે ડાયમંડ (SRD) (બરોડા, જયપુર, મુંબઇ) ભાગ લેવાના છે. અહીં આગામી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીના વેડિંગ સિઝન માટેનું ખાસ કલેક્શન હશે.

આ એક્ઝિબિશનમાં મોરબીવાસીઓને પોલકી, એન્ટિક, ગોલ્ડ, મોન્ઝોનાઇટ ઉપરાંત પ્રથમ વખત ડાયમંડનું અદભુત કલેક્શન સૌના મન મોહી લેશે. એક્ઝિબિશનનો સમય સવારે 10 : 30 થી રાત્રે 8 સુધીનો રહેશે. આ એકઝબિશનમાં પ્રીમિયમ જવેલર્સ મોરબીના આંગણે આવી રહ્યા હોય, ઘરઆંગણે જ દેશનું શ્રેષ્ઠ જવેલરી કલેક્શન જોવા મળવાનું છે.

ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારનું એક્ઝિબિશન મોરબીમાં ચોથી વખત યોજાવા જઇ રહ્યું છે તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા પધારો અને જવેલરીનું શોપિંગ કરો. વધુ વિગત માટે મો.નં.9892398360 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

તા.15,16,17 સપ્ટેમ્બર
સમય : સવારે 10:30 થી સાંજે 8
સ્થળ : સ્કાય મોલ, મોરબી