મોરબીમાં કૃષિ સપ્તાહ અંતર્ગત પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો 

- text


મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી-મોરબી દ્વારા તારીખ 11/9 થી 16/9 દરમિયાન કૃષિ સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમનો ખાસ હેતુ એ હતો કે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે. જેથી પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનના ઉપભોક્તા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.વી.પી.ચોવટીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એન.બી.જાદવ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. છોડવાડીયા હાજર રહી ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યુ હતું. આ કેન્દ્રના વડા ડો.જીવાણી, વૈજ્ઞાનિક ડી.એ.સરડવા અને એમ.બી. ભોરાનીયાએ ખેડૂતોને ફિલ્ડ મુલાકાત તેમજ હલકા ધાન્યની આહારમાં મહત્તા અને તેની ખેતી પદ્ધતિથી ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક શાકભાજી પ્રોત્સાહક મંડળ તરફથી પ્રાણજીવન ભાઈ કાલરીયા, મણીભાઈ ગડારા અને મનુભાઈ કૈલા ખાસ હાજર રહ્યા હતા. ખેડૂત વક્તા તરીકે જિલ્લા સંયોજક દાજી બાપુએ પ્રાકૃતિક ખેતીના અનુભવો અને પ્રાકૃતિક ખેત ઉત્પાદન કઈ રીતે મેળવવું તે અંગે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કર્મચારી, અધિકારીઓ આયોજનને સફળ બનાવવા સહભાગી રહ્યા હતા.

- text

- text