વાંકાનેરના મેસરીયા નજીક ઇકો કાર હડફેટે બાળકનું મૃત્યુ 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના પાટિયા પાસે રોડ નજીક રમી રહેલા મધ્યપ્રદેશના વતની પરિવારના સાયનેશ ઉર્ફે શૈલેષ ભમરૂભાઇ મેડા નામના બાળકને ગત તા.2ના રોજ GJ-36-F-5203 નંબરની ઇકો કારના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા સાયનેશ ઉર્ફે શૈલેષનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક બાળકના પિતા ભમરૂભાઇ કાળીયાભાઇ મેડાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકો કારના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text