મોરબી જુના બસસ્ટેન્ડનું પાર્કિંગ પણ સલામત નથી, બાઈક ચોરાયું 

- text


મોરબી : મોરબી જુના બસસ્ટેન્ડનાં પાર્કિંગમાં લોકો પાસે તગડો ચાર્જ વસૂલી વાહન પાર્કિંગની સુવિધા આપવામાં આવી રહી છે પરંતુ પાર્કિંગ કોન્ટ્રાકટરની હાજરી વચ્ચે પણ અહીંથી મોટર સાયકલની ચોરી થઇ રહી છે. આવા જ એક કિસ્સામાં મોરબીની કંસારા શેરીમાં રહેતા આર્કિટેક્ટ સિધાર્થભાઇ રાકેશભાઇ મેહતાનું તા.8 જૂનના રોજ રૂપિયા 20 હજારની કિંમતનું હીરો કંપનીનું મોટર સાયકલ ચોરાઈ જતા ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text

- text