મોરબીના ઉમિયા સર્કલ નજીક ફ્લેટમાં ધમધમતું જુગારધામ પકડાયું 

- text


મોરબી એલસીબી ટીમ દ્વારા ફ્લેટ માલિક સહીત આઠ જુગારીઓને રોકડ રૂપિયા 2.12 લાખ સાથે ઝડપી લીધા 

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં શ્રાવણી જુગારની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે ત્યારે ગઈકાલે મોરબી એલસીબી ટીમે ઉમિયા સર્કલ નજીક આવેલા પવન હાઇટ નામના બિલ્ડિંગના ફ્લેટમાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો પાડી ફ્લેટ માલિક સહીત આઠ જુગારીઓને રોકડા રૂપિયા 2.12 લાખ સાથે ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક સંકેત ઇન્ડીયા શો રૂમ પાછળ આવેલા પવનસુત બિલ્ડિંગમાં ફ્લેટ નંબર 302માં આરોપી હીરેનભાઇ હરીભાઇ નંદાસણા બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપી (1) હીરેનભાઇ હરીભાઇ નંદાસણા (2) પલકભાઇ ભગવાનજીભાઇ કનેરીયા (3) ભરતભાઇ સવજીભાઇ કાસુન્દ્રા (4) મેહુલભાઇ છબીલભાઇ વડસોલા (5) વિપુલભાઇ લાલજીભાઇ પટેલ (6) મહેશભાઇ વશરામભાઇ રૈયાણી (7) સંજુભાઇ સુંદરજીભાઇ રૈયાણી અને (8) ભગીરથભાઇ પ્રવિણભાઇ આદ્રોજા તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 2.12 લાખ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text