હળવદમાં રોડ ઉપર એસટી બસ રાખીને ડ્રાઈવર ચા પીવા જતો રહેતા ટ્રાફિકજામ

- text


વારંવાર બસ ચાલકો રોડ ઉપર બસ ઉભી રાખી દેતા ટ્રાફિકજામની સમસ્યા વકરી

હળવદ : હળવદમાં એસટીબસ ચાલકોની ગંભીર બેદરકારીની લોકોમાંથી ફરિયાદ ઉઠી છે. હળવદના જાહેર રોડ ઉપર બસને વચ્ચોવચ ઉભી રાખી દઈને ડ્રાઈવર ચા પીવા જતા રહેતા હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે, વારંવાર બસ ચાલકો આ રીતે રોડ ઉપર બસ ઉભી રાખી દેતા ટ્રાફિકજામની સમસ્યા વકરી છે.

હળવદ શહેરના મેઈન રોડ ઉપર આવેલી હોટલોમાં બસના ડાઈવર ચા પીવા જતા રહે છે. હોટેલોમાં ડ્રાઈવર ચા પીવા જાય ત્યારે બસ રોડ ઉપર ઉભી રાખી દેતા હોવાથી રોડ ઉપર ટ્રાફિકજામ સર્જાઈ છે. સાંકડા રસ્તાઓ વચ્ચે રોડની વચ્ચોવચ્ચ બસો ઉભી હોવાથી કલાકો સુધી વાહન વ્યવહારને અસર પડે છે અને ભારે ટ્રાફિકજામ થાય છે. બસ ચાલકોની આવી બેદરકારીને લીધે વારંવાર ટ્રાફિકજામ થતો હોય લોકોને ભારે હેરાન થવું પડે છે. આથી લોકો કહે છે કે બસ ડ્રાઈવરને ચા પીવાની ના નથી. ચા પીવી હોય તો બસ સ્ટેન્ડમાં બસ ઉભી રાખીને ચા પી શકે છે. એના માટે રોડનો ટ્રાફિક શા માટે રોકવો જોઈએ, આ મામલે ટ્રાફિક પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ કરી છે.

- text

- text