મોરબી ઘરેથી કહ્યા વગર લાપતા બનેલા તરુણનું પરિવાર સાથે મિલન કરવાતી સી ટીમ

- text


મોરબી : મોરબીમાં પોતાના ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ આશરે ૧૩ વર્ષનો માનસિક અસ્થિર બાળકને મોરબી સીટી એ ડિવીજન પોલીસ સ્ટેશનની “SHE TEAM” ટીમેં તેના પરીવાર સાથે પુનઃમિલન કરાવ્યું છે.

મોરબી સીટી એડિવી.પો.સ્ટે.ખાતેની “SHE TEAM” પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબી સીટી એ ડિવી.પો.સ્ટે. ખાતે બપોરના સમયે પ્રશાંતભાઇ નરશીભાઇ પરમાર રહે.ગોકુલનગર શેરી નં.૨૨ તથા અબ્દુલભાઇ એમ.બુખારી રહે. મોરબી વાળાઓ પોતાની સાથે આશરે ૧૩ વર્ષનો એક છોકરાને લઇ પો.સ્ટે. આવતા તેઓએ જણાવેલ કે શનાળા બાયપાસ પાસે મારી સોનલકૃપા નામની ઓફીસથી નાસ્તો કરવા ગયેલ તે સમયે મારી ગાડી આગળ અચાનક એક છોકરો આવી જતા મે ગાડી ઉભી રાખી તેનુ નામ ઠામ પુછતા પોતે કશું બોલેલ નહિ અને થોડો માનસિક જેવો લાગતા હતો તેથી મે શનાળા બાયપાસ ના આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તેના કોઇ વાલી વારશ મળી આવેલ ન હોય જેથી હું આ છોકરાને મોરબી સીટી એ ડિવી.પો.સ્ટે.ખાતે લાવી પોલીસ સટેશને હાજર પી.એસ.ઓ.ને ઉપર મુજબ હકીકત જણવાતા તેઓ SHE TEAM ના કર્મચારીઓને બોલાવેલ.બાદ SHE TEAM દ્રારા આ બાળકની પુછપરછ કરતા પોતે કાંઇ બોલતો ન હોય જેથી બાળક જે જગ્યાથી મળી આવેલ તે જગ્યાએ તપાસ કરતા સલાણીયાવાસ એસ્સાર પંપની પાછળ ઉમીયા આશ્રમની બાજુમાં ભક્તિનગર સર્કલ પાસે રહેતા જીતેશભાઇ રમેશભાઇ સીંધવ જાતે.સલાણીયા ઉવ-૩૫ ધંધો-માલઢોર વાળાજી તપાસ કરતા તેઓએ જણાવેલ કે પોતાનો દિકરો દિપક ઉવ-૧૩ વર્ષનો જે જન્મ સમયથી માનસિક છે તે આશરે સવારના અગ્યાર વાગ્યેના આસપાર ઘરેથી કોઇને કહ્યા વગર જતો રહેલ અને જેની આસપાર તપાસ કરતા મળી આવેલ નહિ બાદ તમો પોલીસને મારો દિકરો મળી આવતા દિપક ઉવ-૧૩ વર્ષના છોકરાને તેઓના માતા-પિતાને સહી સલામત સોપી આપેલ છે.

- text

- text