કેન્સરની વિવિધ થેરાપીના નિષ્ણાંત તબીબ શુક્રવારે મોરબીમાં, ખાસ ઓપીડીનું આયોજન

 

તમામ પ્રકારની કિમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને આધુનિક ઇમ્યુનોથેરાપીના નિષ્ણાંત ડો. મનોહર ચારીની શ્રેષ્ઠ તબીબી સેવા ઘરઆંગણે : રજિસ્ટ્રેશન ફરજીયાત

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : કેન્સરની વિવિધ થેરાપીના નિષ્ણાંત તબીબ તા.25ને શુક્રવારે મોરબીમાં આવી રહ્યા છે. તેઓ દ્વારા સાંજે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કેન્સર સંબંધિત બીમારી માટે મોરબીના લોકોને ઘરઆંગણે જ નિદાન અને જરૂરી માર્ગદર્શન મેળવવાની સવલત મળવાની છે.

અમદાવાદના થલતેજ પાસે એસજી હાઇવે ઉપર ઝાયડ્સ કેન્સર સેન્ટર કાર્યરત છે. ત્યાંના નિષ્ણાંત તબીબ ડો. મનોહર ચારી – MD, DM ( સિનિયર મેડિકલ ઓન્કોલોજીસ્ટ અને હિમેટોલોજી) આગામી તા.25 ઓગસ્ટને શુક્રવારના રોજ મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે એસબીઆઈ બેંકની બાજુમાં આવેલા એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર એન્ડ લેબોરેટરીમાં સાંજે 6થી 7 વાગ્યા સુધી ઓપીડી સેવા આપવાના છે.

ડો. મનોહર ચારી તમામ પ્રકારની કિમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને આધુનિક ઇમ્યુનોથેરાપીના નિષ્ણાંત છે. તેઓ ઓપીડીમાં મોઢા અને ગળાના કેન્સર, ફેફસાના કેન્સર, સ્તન કેન્સર, મગજમાં ગાંઠ, આંતરડા તથા મળમાર્ગના કેન્સર, લીવર-કિડની-પ્રોસ્ટેટ કેન્સર, ગર્ભાશયના મુખ અને અંડાશયના કેન્સર, ચામડી-હાડકાના કેન્સર તથા સરકોમા સહિતની સમસ્યાઓનું સચોટ નિદાન સાથે સારવાર કરશે.

કેન્સરને સંબંધીત બીમારી માટે મોરબીના લોકોને છેક અમદાવાદ કે મુંબઈ સુધી ધક્કા ખાવા પડે છે. પણ અમદાવાદની પ્રખ્યાત ઝાયડ્સ કેન્સર સેન્ટરના નિષ્ણાંત તબીબ દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારે મોરબી ઓપીડી માટે આવી રહ્યા હોય, મોરબીના લોકોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ તબીબી સેવા મળવાની છે. આ ઓપીડીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.અને જૂના રિપોર્ટ સાથે રાખવા જરૂરી છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

ઓપીડી : તા.25ને શુક્રવાર
સાંજે 6:00 થી 7:00
એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર
રજિસ્ટ્રેશન માટે : ધર્મેશ શાહ
મો.નં. 6357094220
મો.નં. 8080101088