ટંકારાના વીરપર ગામે જુગાર રમતા ચાર પકડાયા 

- text


ટંકારા : ટંકારા તાલુકાના વીરપર ગામે ટંકારા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા આરોપી સુનીલ ઉર્ફે સુનીયો રાજુભાઇ ઉધરેજા, હસમુખભાઇ રધુભાઇ ઉધરેજા, નાથાભાઇ ધરમશીભાઇ બાવરવા અને ગણેશભાઇ પ્રવિણભાઇ ઉધરેજાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,190 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text