વાંકાનેરના ઘીયાવડ ગામના ઝાપા પાસે જુગાર રમતા ચાર ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે આજે વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામના ઝાપા પાસે શેરીમા જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડ કુલ રૂપીયા ૬,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામના ઝાપા પાસે શેરીમા જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી જુગાર રમતા બળદેવસિંહ ઉર્ફેમુન્નાભાઇ વિક્રમસિંહ ઝાલા, નરપતસિંહ લાલુભા ઝાલા, મોયુદીનભાઇ જીવાભાઇ કડીવાર અને ગગજીભાઇ હરજીભાઇ મકવાણાને કુલ રોકડ રૂ.૬,૭૦૦ના મુદામાલ સાથે ચારેયને પકડી પાડી તમામ ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી તપાસ હાથ ધરેલ છે.

- text

- text