ટંકારાના નેસડા(ખા) ગામમાં ડીડીઓએ રાત્રી ગ્રામસભા યોજી

- text


હાઈસ્કૂલમાં રીપેરીંગ અને પેવર બ્લોક, ગામમાં CCTV કેમેરા, ગામના તળાવ ભરવા, મુક્તિધામ સુધીનો પાકો રસ્તો, વૃક્ષોની ફરતે ફેંસિંગ વાડ સહિતના પ્રશ્નો ઉકેલાયા 

ટંકારા : જીલ્લા વિકાસ અધિકારી અને તેની ટોમ દ્વારા ટંકારા તાલુકાના નેસડા(ખા) ગામમાં રાત્રી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાઈસ્કૂલમાં રીપેરીંગ અને પેવર બ્લોક નાખવા, ગામમાં CCTV કેમેરા, ગામના તળાવ ભરવા, મુક્તિધામ સુધીનો પાકો રસ્તો, વૃક્ષોની ફરતે ફેંસિંગ વાડ સહિતના પ્રશ્નો ઉકેલાયા છે.

- text

નેસડા(ખા) ગામના સરપંચ પંકજભાઈ ભાડજા અને તેમની ટીમના આયોજન હેઠળ ગામમાં જિલ્લા વિકાસ અધિકારી અને તેની ટીમ દ્વારા રાત્રી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીની ટીમ દ્વારા હાઈસ્કૂલમાં રીપેરીંગ અને પેવર બ્લોક નાખવા, ગામમાં CCTV કેમેરા, ગામના તળાવ ભરવા, મુક્તિધામ સુધીનો પાકો રસ્તો, વૃક્ષોની ફરતે ફેંસિંગ વાડ અને ચારેબાજુ ઊગી નીકળેલા ગાંડા બાવળ દૂર કરવા વગેરે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જતા ગામ લોકોએ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો તેમજ સરપંચ અને તેમની ટીમેં કરેલા આયોજન બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

- text