કાલે 20 ઓગસ્ટે મોરબી ગ્રામ્યના અનેક વિસ્તારોમાં વીજ કાપ

- text


મોરબી : આવતીકાલે તારીખ 20 ઓગસ્ટ ને રવિવારના રોજ મોરબી ગ્રામ્યના ઘુંટુ, ભરતનગર, મહેન્દ્રનગર, ઉંચીમાંડલ,અને પાવડીયારી સહિતના સબ સ્ટેશનમાં મરામતને કારણે વીજ પુરવઠો બંધ રહેશે.

તારીખ 20 ઓગસ્ટ ને રવિવારના રોજ મોરબીના 66 કેવી ઘુંટુ સબ સ્ટેશન વિસ્તારમાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી, 66 કેવી ભરતનગર સબ સ્ટેશન વિસ્તારમાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી, 66 કેવી મહેન્દ્રનગર સબ સ્ટેશન વિસ્તારમાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી, 66 કેવી ઉંચી માંડલ સબ સ્ટેશન વિસ્તારમાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી, 66 કેવી ઘુંટુ-2 સબ સ્ટેશન વિસ્તારમાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી અને 66 કેવી પાવડીયારી સબ સ્ટેશન વિસ્તારમાં સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી બંધ રહેશે. જેથી આ સબ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે. કામ પૂર્ણ થયે વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવશે.

- text

- text