દેવ ફનવર્લ્ડનો કાલે રવિવારે ધમાકેદાર શુભારંભ : એક દિવસ માટે ફ્રી એન્ટ્રી 

10 રાઈડ, 20 ગેમ્સ, ટોય ટ્રેન સહિતના અનેક આકર્ષણો નાનાથી લઈ મોટા સુધી સૌને મજા કરાવી દેશે : ફૂડ ઝોન, ગાર્ડન એરિયા, લોન એરિયા અને ચિલ્ડ્રન એરિયા પણ ઉપલબ્ધ : કાલે સાંજે ફ્રી એન્ટ્રી, ત્યારબાદ થોડા દિવસ માટે એન્ટ્રી ટીકીટ ઉપર 60 ટકાનું ડિસ્કાઉન્ટ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીનું ખ્યાતનામ દેવ ફનવર્લ્ડ હવે નવા રંગરૂપ સાથે સજ્જ થયું છે. કાલે રવિવારે તેનો ભવ્ય શુભારંભ થવાનો છે. આ વેળાએ તમામ લોકોને ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. આમ પરિવાર કે મિત્રો સાથે વિકેન્ડ માણવા માટે મોરબીને એક નવલું નઝરાણું મળવાનું છે.

મોરબીના બગથળા રોડ ઉપર નાની વાવડી પાસે દેવ ફનવર્લ્ડ કાર્યરત છે. અહીં રીનોવેશન અને નવા આકર્ષણ ઉભા કરવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. હવે આ ફનવર્લ્ડ મોરબીવાસીઓને મનોરંજન આપવા સંપૂર્ણ સજ્જ થઈ ગયું હોય આવતીકાલે તા. 20ને રવિવારના રોજ સાંજે તેની ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાવાની છે.

દેવ ફનવર્લ્ડના મુખ્ય આકર્ષણમાં 10 જેટલી વિવિધ રાઈડ્સ તેમજ 20 જેટલી ગેમ્સ હશે. આ ઉપરાંત એક ટોય ટ્રેન જે સમગ્ર ફનવર્લ્ડની શેર કરાવશે. આ ઉપરાંત અહીં ચાઈનીઝ, પીઝા, સેન્ડવીચ, સમોસા, પાણીપુરી સહિતની અનેક ટેસ્ટી આઇટમો આપતું એક ફૂડઝોન પણ છે. સાથે ગાર્ડન એરિયા, લોન એરિયા અને ચિલ્ડ્રન એરિયા પણ છે.

આવતીકાલે અહીં સાંજે 5 વાગ્યા બાદ તમામ મોરબીવાસીઓને ફ્રી એન્ટ્રી મળવાની છે. આ ઉપરાંત સોમવારથી પણ થોડા દિવસો માટે એન્ટ્રી ટિકીટ ઉપર 60 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો પરિવાર કે મિત્રો સાથે અહીં પધારી આનંદ માણવાની તક ચૂકશો નહિ.

દેવ ફનવર્લ્ડ

બગથળા રોડ, 

નાની વાવડી

મો.નં. 9974740940