નવા સાદુળકા ગામે તાલુકા કક્ષાનો ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ ઉજવાયો

- text


વસુધાવંદન અંતર્ગત 75 વૃક્ષો વાવી દરેક વૃક્ષને શહીદોનું નામ આપી અમૃત વાટીકા તૈયાર કરાયું

મોરબી : મોરબી તાલુકા કક્ષાનો મારી માટી મારો દેશ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવાયો હતો. જેમાં સિલાફલકમનું અનાવરણ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા કરવામાં આવ્યું હતું.તેમજ પંચપ્રતિજ્ઞા લઇ અને તાલુકાના સ્ટાફના રિટાયર્ડ આર્મીમેનનું સન્માન કરવામાં આવ્યું હતું.

નવા સાદુળકા શાળાના બાળકો દ્વારા તેમજ તુષાર પૈજા એન્ડ ટિમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. તેમજ બોપલિયા ભવ્ય એ પોતાના વક્તવ્યથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વસુધા વંદન અંતર્ગત 75 વૃક્ષો વાવી દરેક વૃક્ષને શહીદો નું નામ આપી અમૃત વાટીકા તૈયાર કરવામાં આવેલ હતું. સેલ્ફી પોઇન્ટ પર હાજર લોકોએ ખૂબ સેલ્ફી પડી પોતાની દેશભાવના વ્યક્ત કરી હતી.

આ તકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા,તાલુકા પંચાયત પ્રમુખ રમાબેન કાનજીભાઈ ચાવડા, કારોબારી ચેરમેન રાકેશ કાવર, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન તથા તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ભરતનગર લક્ષ્મીનગરના સરપંચ, ભાજપ અગ્રણીઓ, તાલુકા પંચાયત મોરબીનો સ્ટાફ તેમજ તલાટી મંત્રી તમામ હાજર રહેલ હતા.

- text

- text