મોરબી જિલ્લામા સ્વતંત્રતા પર્વ નિમિત્તે આન, બાન અને શાન સાથે તિરંગો લહેરાયો

- text


ટંકારા ખાતે જિલ્લા કક્ષાના ચારેય તાલુકામાં તાલુકા કક્ષાના 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગામે ગામ ધ્વજવંદન કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં આજે 77 સ્વતંત્રતા પર્વની ગરીમાંસભર ઉજવણી કરવામાં આવી હતી અને મોરબી જિલ્લામા સ્વતંત્રતા પર્વ નિમિત્તે આન, બાન અને શાન સાથે તિરંગો લહેરાયો હતો. જ્યારે ટંકારા ખાતે જિલ્લા કક્ષાના ચારેય તાલુકામાં તાલુકા કક્ષાના 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી અને નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગામે ગામ અને શાળા કોલેજો, સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કરાયું હતું. આ તકે દેશભક્તિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

- text

મોરબી જિલ્લામાં આ વખતે જિલ્લા કક્ષાના આગામી 15મી ઓગસ્ટ 77માં સ્વતંત્રતા પર્વની ટંકારા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર જી. ટી. પંડ્યા હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બાદમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું. તેમજ આ તકે દેશભક્તિને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ચારેય તાલુકા મોરબી, માળીયા, વાંકાનેર અને હળવદમાં તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગ્રામ્ય વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી હતી. મોરબી તાલુકાની જુના નાગડાવાસ પ્રાથમિક શાળા ખાતે , માળીયાની ભાવપર પ્રાથમિક શાળા ખાતે, વાંકાનેરનું પંચાયત ચોક ગારીડા ગામે, અને હળવદ તાલુકા કક્ષાના પાંડાતીરથ પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જ્યારે મોરબીના મુખ્ય હેડ ક્વાર્ટર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જિલ્લા અને તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ દરેક સરકારી અર્ધ સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ મોરબી તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની જુના નાગડાવાસ ગામે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ તકે અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગ્રામજનોનો લોકફાળાથી રીનોવેશન કરાયેલી જુના નાગડાવસ ગામની હાઇસ્કુલનું લોકપર્ણ કરવામાં આવ્યું હતું. ધો. 10ના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિંચાઈ, કૃષિ વિભાગ સહિતના અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. જ્યારે 15 ઓગસ્ટની પૂર્ણ સંધ્યાએ હર ઘર તિરંગા અંતર્ગત મોટાભાગના ઘરો, ઓફિસો, દુકાનો, અને મોટા વેપારી સંકુલો, મોલ ઉધોગ ગૃહો, પેટ્રોલ પંપો, સરકારી કચેરીઓ તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત સર્વત્ર તિરંગો લહેરાવ્યો છે.

- text