નાની વાવડી : દશામાં મંદિરે 25મો વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવશે

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામમાં દશામાં મંદિર ખાતે દશામાં ગોપી મંડળ તથા દશામાં મીત્ર મંડળ દ્વારા તા. 16 ઓગસ્ટથી 25 ઓગસ્ટના દશામાં માતાજીનો 25મો વાર્ષિક ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા. 16ના માતાજીના વ્રતનો પ્રારંભ કરવામાં આવશે તેમજ તા. 25ના સવારે 7:30 કલાકે માતાજીનો ચંડીયજ્ઞ, સવારે 10:30 કલાકે મહાપ્રસાદ, સાંજે 7:15 કલાકે માતાજીની આરતી તેમજ માતાજીના વ્રતના જાગરણ નિમિત્તે રાત્રે 10:30 કલાકે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી તેમજ આસપાસની જનતાને દશામાં મંદિરના 25માં વર્ષ ઉત્સવ નિમિત્તે ઉપસ્થિત રહેવા દશામાં ગોપી મંડળ તથા મીત્ર મંડળે નિમંત્રણ પાઠવ્યું છે.

- text

- text