નાની વાવડી ચોકડી પાસે ટ્રક હડફેટે ચાર ગાયના કરુણ મોત

- text


મોરબી : મોરબીની નાની વાવડી ચોકડી પાસે પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યા ટ્રક ચાલકે કાળમુખા બનીને ગાયોના ધણને હડફેટે લેતા ચાર ગાય માતાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. થોડા સમય અગાઉ મોરબી નેશનલ હાઇવે ઉપર કોઈ અજાણ્યા વાહને ગાયોના ધણને હડફેટે લેતા ચાર ગૌમાતાઓના મોત નિપજ્યા હતા. ત્યારે ફરી એકવાર નાની વાવડી ચોકડી પાસે ચાર ગૌમાતાઓનો વાહન અકસ્માતમાં ભોગ લેવાતા ગૌપ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

- text

- text