ગુજરાતી ફિલ્મ 3 એક્કાના કલાકારોએ મોરબી નવયુગ સંકુલમાં ફિલ્મ પ્રમોશન કર્યુ

- text


મોરબી : ગુજરાતી ફિલ્મ ૩ એક્કા આગામી તા. 18 ઓગસ્ટના રીલીઝ થવાની છે ત્યારે તેના કલાકારો દ્વારા જોરશોરથી ફિલ્મનું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. તેવામાં 3 એક્કા ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ અને ફિલ્મ પ્રોડ્યુસર મોરબી જીલ્લાના નવયુગ સંકુલના કેમ્પસની મુલાકાત લઈ ફિલ્મનું પ્રમોશન કર્યુ હતું.

આ તકે ગુજરાતી સિનેમા જગતના સુપર સ્ટાર યશ સોની, મિત્રા ગઢવી, ઈશા કંસારા, તરજાની, કિંજલ રાયપ્રિયાએ નવયુગ સંકુલના બાળકો સાથે ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. તેમજ સંપૂર્ણ કેમ્પસની વિઝીટ કરી તમામ કલાકારો કેમ્પસ જોઈને અભિભૂત થઈ ગયા હતા. અલગ-અલગ સોંગ પર વિદ્યાર્થીઓ સાથે ડાન્સ તેમજ ડાયલોગ કરી તમામ કલાકારોએ કેમ્પસ આખું ગુંજાવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, રંજનબેન કાંજીયા, ક્રિષ્ન કાંજીયા, બળદેવભાઈ સરસાવડીયા તેમજ તમામ વિભાગના પ્રિન્સીપાલ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

- text

- text