મોરબીના પીપળી ગામ જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા 

- text


મોરબી : મોરબીમાં હવે શ્રાવણ નજીક આવતા જુગારની મૌસમ પૂરબહારમાં ખીલી ઉઠતા પોલીસે પણ આ જુગારની પ્રવૃત્તિઓને કડક હાથે ડામી દેવામાં કાર્યવાહી ચાલુ રાખીને જુગારની પ્રવૃત્તિઓને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે મોરબી તાલુકા પોલીસે આજે બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના પીપળી ગામ શિવપાર્ક-૨ સોસાયટી શેરી નં.૩, ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા આરોપીઓ મેઘરાજસિંહ મહેન્દ્રસિંહ સરવૈયા,હાર્દિકભાઇ ઘનશ્યામભાઇ મુજપરા, મોહિતભાઇ નારણભાઇ વાળા, પ્રકાશભાઇ શાંતિલાલ જોષીને રોકડ રૂ.૧૪,૫૦૦/ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text