હત્યાનો ભેદ ઉકેલાયો : ગાળો આપવા જેવા નજીવા કારણે યુવાનને પતાવી દેનાર આરોપી ઝડપાયો

- text


મોરબી તાલુકાના લાલપર પાસે એક માસ પહેલા યુવાનની હત્યાનો ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો

મોરબી : મોરબી તાલુકાના લાલપર પાવર હાઉસ પાછળ એક માસ પહેલા યુવાનની થયેલી હત્યાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો હતો અને વગર કારણે મૃતક યુવાન ગાળો આપતો હોવાથી એક શખ્સે તેને પતાવી દીધો હોવાનું બહાર આવતા પોલીસે આ આરોપીને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે.

લાલપર પાવર હાઉસ પાછળ ઇપોસ સીરામીક ફેકટરી નજીક પત્થરની ખાણો પાસેથી ગત તા.૧૨/૭/૨૦૨૩ ના રોજ યુવાનનો મૃતદેહ મળી આવતા આ લાશ સોનાતભાઇ જપનભાઇ કઇકા (ઉ.વ.૧૯ રહે. હાલ લાલપર પાવર હાઉસ પાછળ ઇપોસ સીરામીક ફેકટરીની મજુરીની ઓરડીમાં તા.જી. મોરબી)ની ઓળખ મળતા પોલીસે લાશ પર જોતા તેના ઉપર કોઇ અજાણ્યા માણસે કોઇ અગમ્ય કારણસર તિક્ષ્ણ હથિયારના ઘા મોઢાના ભાગે મારી તેને મારી નાખેલ હોવાનું ખુલ્યું હતું. આથી આ બનાવ અંગે મૃતકના પરીચિત લખનભાઇ માગેયાભાઇ બારીએ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે અજાણ્યા આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ અને મોરબી એલસીબીએ હાથ ધરી હતી.

- text

મોરબી તાલુકા પોલીસ, એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ , ટેકનીકલ મોરબી તાલુકા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક શોધી કાઢવા સારૂ પ્રયત્નો હાથ ધરેલ દરમ્યાન મૃતક ઇપોસ ફેકટરીમાં મજુરી કામ કરતો હોય જે બનાવ સ્થળ ફેકટરીની નજીકમાં હોય જેથી ઇપોસ ફેકટરી તથા આજુબાજુની ફેકટરીમાં કામ કરતા મજુરો, બનાવ વાળી જગ્યાની આજુબાજુમાં આવેલ ફેકટરીમાં કામ કરતા વર્કરો તથા જરૂરી ટેકનીક માધ્યમ તથા હ્યુમન સોર્સીસ મારફતે મરણજનારના ભૂતકાળ બાતે જેમાં સ્ત્રીપાત્ર, પૈસા કે અગાઉની કોઇ જુની અદાવત વિગેરે તમામ પાસાની જીણવટ ભરી રીતે તપાસ કરી પુછપરછ કરતા તપાસ દરમ્યાન ઇપોસ સીરામીકમાં કામ કરતા મજુર ઉપર વધુ શંકા હોય જેથી બનાવ અંગે ઇપોસ સીરામીકમાં કામ કરતા મજુરોની જીણવટ ભરી રીતે તપાસ કરતા બનાવને અંજામ આપનાર ગુલશન ભૈયાલાલ કોલ (ઉં.વ. ૨૪ ધંધો મજુરી રહે. હાલ ઇપોસ સિરામીક ફેકટરીની મજુરીની ઓરડીમાં, લાલપર પાવર હાઉસ પાછળ, તા.જી. મોરબી મુળ રહે ઉત્તરપ્રદેશ )ની ખુબજ જીણવટ ભરી રીતે પુછપરછ કરતા પોતે ગુનાને અંજામ આપેલ છે અને બનાવનું કારણ પોતે કુદરતી હાજતે જતા મૃતક કોઇ પણ કારણ વગર પોતાની સાથે ગાળાગાળી કરી માથાકૂટ કરતો હોય જેથી પોતે મૃતકને ગાળો ન દેવા અને માથાકૂટ ન કરવા સમજાવતા મરણજનાર વધુ નજીક આવતા પોતે પ્રથમ ધકો મારેલ અને ત્યાર પછી મૃતક યુવાનને ફરીથી પોછો આવી ગુલશનના બરડામાં ઢીકો મારતા પોતાને એકદમ ગુસ્સો આવતા પોતે આ મૃતક યુવાનને ઉચકી પાઇપ તથા પત્થર પડેલ જગ્યાએ પટકેલ અને ત્યારપછી આ અજાણ્યો માણસ બેભાન થઇ ત્યા પડી રહેલ હોય જેથી પોતે પોતાના ફેકટરી એ જઇ મુકદમને ફકત કોઇ અજણ્યો માણસ ખાણ પાસે પડેલ છે તેવી વાત કરેલ અને પોતે જો કામ છોડી વતન કે અન્ય જગ્યાએ જતો રહે તો પોલીસને વધુ શંકા જાય તેમ હોય જેથી પોતે આ જ ફેકટરીમાં કામ કરતો હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપી ગુલશન ભૈયાલાલ કોલની ધરપકડ કરી હતી.

- text